પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં માતૃશ્રાદ્ધ અને શ્રાદ્ધ વિધિ માટેના પવિત્ર સ્થળ માતૃગયા ખાતે એકસાથે 200 પરિવાર પૂજાનો લાભ લઈ શકે તેવું આયોજન કરાયું છે. અહીં પવિત્ર યાત્રાધામ વિકાસ બૉર્ડ દ્વારા આગામી સમયમાં યાત્રાળુઓને મળતી સુવિધાઓ, ગોર મહારાજની સંપર્કની વિગતો, પૂજા-વિધિ માટેના સ્થળ, ઑનલાઈન નોંધણી જેવી બાબતો માટે ઑનલાઈન પૉર્ટલ પણ કાર્યરત્ કરાશે.
ઉપરાંત અહીં પિંડદાનની વિધિવત્ પૂજા-અર્ચના હેતુથી આગામી સમયમાં “ઑનલાઈન ક્યૂ મેનેજમેન્ટ સિસ્ટમ” નામનું પોર્ટલ વિકસાવવામાં આવી રહ્યું છે, જેમાં ઑનલાઇન નોંધણી, ચૂકવણી સહિતની સુવિધા મળશે.
Site Admin | સપ્ટેમ્બર 24, 2024 3:10 પી એમ(PM)