પાટણ ખાતે 13મી વેસ્ટ ઝોન ફૂટબોલ સ્પર્ધાનો પ્રારંભ થયો છે, જેમાં દિવ, દમણ, ગોવા સહિત રાજ્યની 67 ટીમ ભાગ લઈ રહી છે. 1 હજાર 200થી વધુ ખેલાડી આ સ્પર્ધામાં રમશે. ચાર દિવસ યોજાનારી આ સ્પર્ધાની ફાઈનલ ચોથી સપ્ટેમ્બરે રમાશે. ફાઈનલમાં વિજેતા ટીમ નેશનલ રમવા જશે.
સ્પર્ધાનો પ્રારંભ કરાવતા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિ ડો. કે.સી. પોરીયાએ રમતગમતના મહત્વ અંગે બોલતા ફિટનેસની અનિવાર્યતા અંગે વાત કરી હતી.
Site Admin | સપ્ટેમ્બર 2, 2024 9:39 એ એમ (AM)