પાટણ ખાતે વિશ્વ બ્રેઇલ દિવસ નિમિતે ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
200 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ, દિવ્યાંગ વ્યક્તિઓ તેમજ જરૂરીયાતમંદોને ધાબળાનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં વિકલાંગ વ્યક્તિઓ માટેની સરકારની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી, સંત સુરદાસ યોજનાના લાભાર્થીઓને પેન્શન મંજૂરીપત્ર અને બસમાં મફત મુસાફરી માટેના પાસ વિતરણ કરાયા હતા.
Site Admin | જાન્યુઆરી 5, 2025 7:11 પી એમ(PM)