પાટણ ખાતે બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળનો ઈનામ વિતરણ સમારોહ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં અને પદ્મશ્રી ડૉ. કરશન પટેલની અધ્યક્ષતામાં યોજાયો. જેમાં બેતાલીસ લેઉવા પાટીદાર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વિધાર્થીઓનું સન્માનએ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ અને સમાજ માટે પ્રેરણાનું કામ કરે છે. આવા કાર્યક્રમો સમાજમાં હકારાત્મક અસર ઉભી કરે છે. આ પ્રસંગે નિરમા લિમિટેડના ચેરમેન પદ્મશ્રી કે.કે. પટેલે વિદ્યાર્થીઓને ફેશન અને વ્યસન છોડવા હિમાયત કરી હતી.
Site Admin | જાન્યુઆરી 5, 2025 7:13 પી એમ(PM)