પાટણમાં સરસ્વતી નદીમાં નર્મદાના નિર આવી પહોંચતા સ્થાનિક લોકોએ વધામણા કર્યા હતા. આ પ્રસંગે પાટણના ધારાસસભ્ય સહિત રાજકીય આગેવાનો, કાર્યકરો અને નગરજનોએ હાજર રહીને નર્મદાના નિરના વધામણા કર્યા. લાંબા સમય બાદ પાટણની સરસ્વતી નદીમાં પાણી વહેતા લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, જનમાષ્ટમીના તહેવાર પ્રસંગે સરકારે સુજલામ સુફલામ કેનાલ મારફતે સરસ્વતી નદીમાં દોઢસો ક્યૂસેક પાણી છોડવાનો નિર્ણય કર્યો હતો
Site Admin | ઓગસ્ટ 25, 2024 4:29 પી એમ(PM)