પાટણમાં જિલ્લાકક્ષાની કૌશલ્યોત્સવ સ્પર્ધા રાધનપુરની નાલંદા વિદ્યાલય ખાતે યોજાઈ ગઈ, જેમાં વિવિધ 60 જેટલી શાળાઓમાંથી વૉકેશનલ એજ્યુકેશન અંતર્ગત ચાલતા કૃષિ, આરોગ્ય, બૅન્કિંગ, ઑટો-મૉબાઈલ સહિતના 56 પ્રૉજેક્ટનું વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું હતું.
આ સ્પર્ધામાં પ્રથમ ત્રણ કૃતિઓને વિજેતા જાહેર કરવામાં આવી હતી. ઉપરાંત વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઈનામ એનાયત કરાયા હતા.