પાટણના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે તળાવમાં ડુબી જવાથી ચાર બાળકો સહિત પાંચ વ્યક્તિના મોત નિપજ્યાં છે.
ગઈકાલે ગામના તળાવમાં એક વ્યક્તિનો પગ લપસી જતાં તેને બચાવવા જતાં અન્ય ચાર વ્યક્તિ પણ ડૂબી ગયા હતા. ડૂબી ગયેલા પાંચ વ્યક્તિને ગામજનોએ બહાર કાઢી સારવાર માટે ચાણસ્મા મોકલી આપ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.
અમારા જિલ્લા પ્રતિનિધી જણાવે છે કે, તળાવમાં ડૂબી જવાના કારણે જે મૃત્યુ પામ્યા છે તેમાં એક પરિવારના બે બાળકો અને તેની માતા સહિત ત્રણ વ્યક્તિ તેમજ અન્ય બે બાળકોનો સમાવેશ થાય છે.
Site Admin | ફેબ્રુવારી 10, 2025 8:33 એ એમ (AM) | Akashvani | akashvaninews | Gujarat | news | newsupdate | patan | topnews | ગુજરાત | તળાવ | પાટણ
પાટણના વડાવલીમાં તળાવમાં ડૂબી જતાં ચાર બાળકો સહિત પાંચનાં મોત
