ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 5, 2024 2:32 પી એમ(PM)

printer

પાકિસ્તાન સરકારે રાજધાની ઈસ્લામાબાદની સુરક્ષા પાકિસ્તાની સેનાને સોંપવાનો નિર્ણય કર્યો

પાકિસ્તાનમાં હિંસક વિરોધ, અથડામણ, ધરપકડ, સેલ્યુલર સેવાઓ અને ઈન્ટરનેટ નાકાબંધી સાથે ઝડપથી બદલાતી સુરક્ષા સ્થિતિ વચ્ચે પાકિસ્તાન સરકારે રાજધાની ઈસ્લામાબાદની સુરક્ષા પાકિસ્તાની સેનાને સોંપવાનો નિર્ણય કર્યો છે. ઈસ્લામાબાદ અને તેનું જોડિયા શહેર રાવલપિંડી ગઈકાલે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સમર્થકો અને સુરક્ષા દળો વચ્ચે યુદ્ધનું મેદાન બની ગયું હતું અને આ સપ્તાહના અંત સુધી ચાલુ રહેવાની સંભાવના છે.
શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન સંમેલન 15 અને 16 ઓક્ટોબરના રોજ ઈસ્લામાબાદમાં યોજાવાની છે. વિદેશ મંત્રી એસ જયશંકર પણ આ સંમેલનમાં ભાગ લેવા ઈસ્લામાબાદ જશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગઈકાલે દિલ્હીમાં મીડિયા બ્રીફિંગ દરમિયાન આ વાતની પુષ્ટિ કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ