પાકિસ્તાન સરકારે કરાચીની જેલમાંથી ગઇકાલે 22 ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે, જેમાં ગુજરાતનાં 18 અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ત્રણ માછીમારનો સમાવેશ થાય છે. સૌથી વધુ 15 માછીમારો ગીરસોમનાથ જિલ્લાના અને જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ત્રણ માછીમારો છે. મુક્ત કરવામાં આવેલા માછીમારો સોમવારે ગીરસોમનાથ પરત ફરે તેવી ધારણા છે.
દીવના અમારા પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે કે દીવના ત્રણેય માછીમારો વણાકબારાનાં છે. માછીમારોની મુક્તિ અંગેના સમાચાર સાંભળીને તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
Site Admin | ફેબ્રુવારી 22, 2025 7:38 પી એમ(PM)
પાકિસ્તાન સરકારે ગુજરાતનાં 18 અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ત્રણ માછીમારોને જેલમુક્ત કર્યા
