પાકિસ્તાને ગત જુલાઇ મહિનામાં આપેલી યાદી મુજબ પાકિસ્તાનની જેલમાં ગુજરાતના આશરે 139 સહિત કુલ 211 ભારતીય માછીમારો છે. વિદેશરાજયમંત્રી કિર્તીવર્ધનસિંહે આજે રાજયસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ મુજબ જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે, ભારતીય તટરક્ષકદળના જહાજ અને વિમાનો આંતરરાષ્ટ્રીય જળસરહદ નજીકના જળવિસ્તારમાં ચાંપતી નજર રાખીને ભારતીય માછીમારોને જરૂરી માર્ગદર્શન આપે છે. વિદેશરાજય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ભારતે આ અંગેની વિગતો સમયાંતરે અને નિયમિત રીતે આપવા પાકિસ્તાની સત્તાવાળાઓને નિર્દેશ આપ્યો છે.
Site Admin | નવેમ્બર 28, 2024 7:42 પી એમ(PM) | પાકિસ્તાન