ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પાકિસ્તાને ઈસ્લામાબાદમાં યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન – SCOની બેઠકમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઔપચારિક આમંત્રણ આપ્યું

પાકિસ્તાને આગામી ઓક્ટોબર માસમાં ઈસ્લામાબાદમાં યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન – SCOની બેઠકમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીને ઔપચારિક આમંત્રણ આપ્યું છે. મીડિયા સાથે વાતકરતાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયનાપ્રવક્તા મુમતાઝ ઝાહરા બલોચે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત સંગઠનના તમામ સભ્ય દેશોની સરકારોના વડાઓને આગામી 15 અને 16 ઓકટોબરે મળનારીબેઠકમાટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે SCOના નવ સભ્ય દેશોમાં ભારત, ઈરાન, કઝાકસ્તાન, ચીન, કિર્ગિઝ ગણ રાજ્ય, પાકિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ