ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પાકિસ્તાનમાં, બલૂચિસ્તાનના તુર્બતના ધાંગ વિસ્તારમાં પેસેન્જર વાન અને પોલીસ વાહનને નિશાન બનાવીને કરાયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા આઠ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા અને 40 થી વધુ ઘાયલ થયા

પાકિસ્તાનમાં, બલૂચિસ્તાનના તુર્બતના ધાંગ વિસ્તારમાં પેસેન્જર વાન અને પોલીસ વાહનને નિશાન બનાવીને કરાયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા આઠ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા અને 40 થી વધુ ઘાયલ થયા છે. અલગતાવાદી જૂથ, બલોચ લિબરેશન આર્મીએ હુમલાની જવાબદારી લીધી છે
આત્મઘાતી વિસ્ફોટ બાદ પોલીસ અને સુરક્ષા દળોની ટુકડીઓએ વિસ્ફોટના સ્થળે પહોંચી આગળની કામગીરી હાથ ધરી હતી.બચાવ ટુકડીઓએ ઘાયલો અને મૃતકોને સ્થાનિક હોસ્પિટલોમાં ખસેડ્યા હતા જોકે મોટાભાગના ઘાયલોની હાલત ગંભીર છે.
આ હુમલો BLA દ્વારા બલૂચિસ્તાનમાં લશ્કરી કાફલાઓ, સુરક્ષા ચોકીઓ અને પોલીસ વાહનોને નિશાન બનાવતા શ્રેણીબદ્ધ હુમલાઓનો ભાગરૂપે કરાયો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ