ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 14, 2025 6:22 પી એમ(PM) | પાકિસ્તાન

printer

પાકિસ્તાનમાં બલુચિસ્તાનના હરનાઈમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 11 કામદારોના મોત થયા અને સાત અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા

પાકિસ્તાનમાં બલુચિસ્તાનના હરનાઈમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 11 કામદારોના મોત થયા અને સાત અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ વિસ્તારમાં અગાઉ પણ બોમ્બ વિસ્ફોટની ઘણી ઘટનાઓ બની છે. આ હુમલાની જવાબદારી કોઈ આતંકવાદી જૂથે સ્વીકારી નથી. જોકે, બલુચિસ્તાનના અલગાવવાદી જૂથ, બલોચ લિબરેશન આર્મી, ભૂતકાળમાં આવા હુમલાઓને અંજામ આપવામાં સક્રિય રહ્યું છે. બલુચિસ્તાન પ્રાંતીય સરકારે આ હુમલાની નિંદા કરી છે અને ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ