ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 21, 2024 7:06 પી એમ(PM)

printer

પાકિસ્તાનમાં આજે ઉત્તર-પશ્ચિમખૈબર પખ્તૂનખ્વા પ્રાન્તના એક આદિવાસી વિસ્તારમાં બંદૂક ધારીઓએ પ્રવાસી વાહનો પર ગોળીબાર કરતાં ઓછામાં ઓછા 38 લોકોના મોત થયા છે

પાકિસ્તાનમાં આજે ઉત્તર-પશ્ચિમખૈબર પખ્તૂનખ્વા પ્રાન્તના એક આદિવાસી વિસ્તારમાં બંદૂક ધારીઓએ પ્રવાસી વાહનો પર ગોળીબાર કરતાં ઓછામાં ઓછા 38 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 29 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. પ્રાન્તના મુખ્ય સચિવ નદીમ અસલમ ચૌધરીએ કહ્યું કે, આ હુમલો કુર્રમ આદિવાસી જિલ્લામાં થયો હતો. મૃતકોની સંખ્યા વધવાની સંભાવના હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.જાણવા મળી રહ્યું છે કે, પ્રવાસી વાહનોના 2 કાફલા હતા. એક વાહન પેશાવરથી પારાચિનાર અને બીજું વાહન પારાચિનારથી પેશાવર જઈ રહ્યું હતું. દરમિયાન બંદૂકધારી લોકોએ તેમની પર ગોળીબાર કર્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ