ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 27, 2024 2:29 પી એમ(PM) | પાકિસ્તાન

printer

પાકિસ્તાનના સુરક્ષા દળોએ ઇસ્લામાબાદમાં ડી-ચોકની આસપાસના વિસ્તારોમાંથી ઇમરાનખાનના સેંકડો ટેકેદારોની ધરપકડ કરી

પાકિસ્તાનના સુરક્ષા દળોએ ઇસ્લામાબાદમાં ડી-ચોકની આસપાસના વિસ્તારોમાંથી ઇમરાનખાનના સેંકડો ટેકેદારોની ધરપકડ કરી હતી જેલમાં બંધ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનના સમર્થકો ઇસ્લામાબાદના ડી-ચોકમાં એકત્રિત થયા હતા અને ઇમરાનખાનની મુક્તિની માંગણી કરી રહ્યાં હતા. ગત મધ્યરાત્રિએ પોલીસે આ તમામ પ્રદર્શનકારીઓને હટાવવાનું શરુ કર્યુ હતું. આ વિસ્તારમાં લાઇટ બંધ કરવામાં આવી હતી અને ટોળાને વિખેરવા માટે સલામતી દળોએ ટીયરગેસ છોડ્યા હતા.
ગઈકાલે ઇમરાનખાનની પત્ની બુશરા બીબીની આગેવાની હેઠળ હજારો વિરોધીઓ શહેરના સંવેદનશીલ વિસ્તાર ડી-ચોકમાં એકઠાં થયા હતા અને ઇમરાનખાનની મુક્તિની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, જેના પરિણામે પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં છનાં મૃત્યુ થયા હતા અને ડઝનેક ઘાયલ થયા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ