પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને 19 કરોડ પાઉન્ડના અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેમની પત્ની બુશરા બીબીને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.ન્યાયાધીશ નાસિર જાવેદ રાણા દ્વારા અદિયાલા જેલ ખાતેના એક કામચલાઉ કોર્ટરૂમમાં ચુકાદો આપવામાં આવ્યો હતો, જ્યાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.જેલની સજાની સાથે, ઇમરાન ખાન માટે 10 લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ અને તેમની પત્ની માટે 5 લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.ફેબ્રુઆરી 2024 ના આ કેસમાં એવા આરોપો છે કે શ્રી ખાન અને શ્રીમતી બીબીએ બહરિયા ટાઉન લિમિટેડ પાસેથી અબજો રૂપિયા અને જમીન મેળવી હતી.
Site Admin | જાન્યુઆરી 18, 2025 8:56 એ એમ (AM) | પાકિસ્તાન