પાકિસ્તાનના બલુચિસ્તાનમાં મુસખેલ જિલ્લામાં બંદૂકધારીઓએ 23 લોકોની હત્યા કરી છે. હૂમલાખોરોએ ટ્રક અને બસમાંથી પ્રવાસીઓની ઓળખ પૂછીને ગોળીબાર કર્યો હતો. આસિસ્ટન્ટ કમિશનર મુસાખાલી નજીક કાકરે જણાવ્યું કે, સશસ્ત્ર હૂમલાખોરોએ મુસખેલમાં ધોરી માર્ગમાં અવરોધ ઊભો કરીને ટ્રકો અને બસમાંથી પ્રવાસીને નીચે ઉતાર્યા હતા અને તેમનાં પર ગોળીબાર કર્યો હતો. મૃતકો પાકિસ્તાનના પંજાબ પ્રાંતના હતા.
માધ્યમોના અહેવાલ પ્રમાણે સશસ્ત્ર દળોએ 10 વાહનોને પણ આગ ચાંપી હતી.
Site Admin | ઓગસ્ટ 26, 2024 3:34 પી એમ(PM) | પાકિસ્તાન
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં મુસખેલ જિલ્લામાં બંદૂકધારીઓએ 23 લોકોની હત્યા કરી
