ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 28, 2024 2:43 પી એમ(PM)

printer

પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફના જમ્મૂ કાશ્મીર વિશેના નિવેદન મામલે ભારતે વળતો પ્રહાર કર્યો છે

પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફના જમ્મૂ કાશ્મીર વિશેના નિવેદન મામલે ભારતે વળતો પ્રહાર કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં જવાબ આપતા ભારતે કહ્યું કે સૈન્ય દ્વારા દોરવાતો, આતંકવાદ તેમજ નશીલા પદાર્થો માટે વૈશ્વિક ખ્યાતી ધરાવતો દેશવિશ્વની સૌથી મોટી લોકશાહી પર પ્રહાર કરવાની હિંમત ધરાવે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધતા ભારતીય રાજદ્વારી ભાવિકા મંગલાનંદે જણાવ્યુંકે વિશ્વ જાણે છે કે પાકિસ્તાન લાંબા સમયથી તેના પાડોશીઓ સામે હથિયાર તરીકે સરહદપાર આતંકવાદનો ઉપયોગ કરે છે. તેણે ભારતીય સંસદ, આર્થિક રાજધાની મુંબઈ, બજારો અને યાત્રા માર્ગો પર હુમલા કર્યા છે. વધુમાં તેમણે ઉમેર્યું કે આવા દેશ માટે હિંસા વિશે બોલવુ એ સૌથી ખરાબ દંભ છે. શ્રી મંગલાનંદે જણાવ્યું કે પાકિસ્તાને ભારતના અવિભાજ્ય અને અભિન્ન અંગએવા જમ્મૂ કાશ્મીરની ચૂંટણીમાં વિક્ષેપ પાડવા માટે સતત આતંકવાદનો ઉપયોગ કર્યો. પાકિસ્તાનેસમજવું જોઈએ કે ભારત વિરુદ્ધ સરહદ પારનો આતંકવાદ અનિવાર્ય પણે પરિણામોને આમંત્રણ આપશે.વધુમાં તેમણે કહ્યું કે એક રાષ્ટ્ર જેણે 1971માં નરસંહાર કર્યો અને જે તેની લઘુમતીઓ પર સતત અત્યાચાર કરે છે, તે અસહિષ્ણુતા વિશે બોલવાની હિંમત કરે તે હાસ્યાસ્પદ છે. તેમણે ઉમર્યું કે દુનિયાજાણે છે કે પાકિસ્તાન ખરેખર શું છે? ઉલ્લેખનીય છે કે શાહબાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્રની 79મી સામાન્ય સભામાં નિવેદનઆપતા જમ્મૂ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ