પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં છેલ્લા એક મહિનામાં લગભગ 20 લાખ લોકોએ શ્વાસ સંબંધિત સમસ્યાઓ માટેની તબીબી સારવાર લીધી છે. સ્થાનિક આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, ધુમ્મસને કારણે લોકો શ્વસન, અસ્થમા અને હૃદય સંબંધિત બીમારીઓથી પીડાઈ રહ્યા છે.
લાહોર અને મુલતાન વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરો છે.આરોગ્ય વિભાગના ડેટા દર્શાવે છે કે ઓક્ટોબરમાં પંજાબ પ્રાંતમાંથી 19 લાખ 34 હજાર કેસ નોંધાયા હતા, જેમાં 12 લાખ 62 હજાર કેસ એકલા લાહોરમાંથી હતા. ઓક્ટોબરમાં પંજાબ પ્રાંતમાં 5,000 થી વધુ દર્દીઓ સ્ટ્રોકનો શિકાર બન્યા હતા. લાહોરમાં સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક – AQI 1400થી ઉપર રહે છે, જ્યારે મુલતાનમાં તો તે બે હજારને વટાવી ગયો છે.
Site Admin | નવેમ્બર 15, 2024 7:21 પી એમ(PM) | પાકિસ્તાન
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં છેલ્લા એક મહિનામાં લગભગ 20 લાખ લોકોએ શ્વાસ સંબંધિત સમસ્યાઓ માટેની તબીબી સારવાર લીધી છે
