રાષ્ટ્રપતિને બિલ પર નિર્ણય લેવા માટે સમયમર્યાદા નક્કી કરતા સર્વોચ્ચ અદાલતનાં તાજેતરના ચુકાદા પર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ચિંતા વ્યક્ત કરી છે.તેમણે જણાવ્યું કે, ભારતે લોકશાહી માટે સોદો નથી કર્યો, જ્યાં ન્યાયાધીશો કાયદો બનાવશે ,કારોબારી કાર્યો કરશે અને ‘સુપર પાર્લામેન્ટ’ તરીકે કામ કરશે.આજે નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિના એન્ક્લેવમાં રાજ્યસભાના તાલીમાર્થીઓની છઠ્ઠી બેચને સંબોધતા શ્રી ધનખડે ભારપૂર્વક જણાવ્યું હતું કે સત્તાનો ઉપયોગ કરતી વખતે વ્યક્તિએ અત્યંત સંવેદનશીલ બનવું જોઇએ.
ઉપરાષ્ટ્રપતિએ આ ટિપ્પણી સર્વોચ્ચ અદાલતના એ ચુકાદાના થોડા દિવસો બાદ કરી છે જેમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોને કાયદાઓને મંજૂરી આપવા માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી.
Site Admin | એપ્રિલ 17, 2025 7:33 પી એમ(PM)
પાંચમી મે સુધી વક્ફ સંશોધન અધિનિયમ, 2025 હેઠળ વક્ફમાં નવી નિયુક્તિ નહીં કરવાનો સર્વોચ્ચ અદાલતનો આદેશ
