ટેસ્ટ ક્રિકેટમાં, ઓસ્ટ્રેલિયાએ સિડનીમાં પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતને છ વિકેટથી હરાવ્યું હતું આ જીત સાથે જ ઓસ્ટ્રેલિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી, 3-1થી જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ આજે ત્રીજા દિવસે 162 રનના લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કર્યો હતો. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-2025ની ફાઈનલ માટે પણ ક્વોલિફાય કરી લીધું છે. આ વર્ષે જૂનમાં રમાનારી ફાઇનલમાં તેનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે.
Site Admin | જાન્યુઆરી 5, 2025 2:07 પી એમ(PM)