સિડનીમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શ્રેણીની પાંચમી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટનાં પ્રથમ દિવસે આજે ભારતીય ટીમ માત્ર 185 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. કેપ્ટન જસપ્રીત બુમરાહે 22 રન અને જાડેજાએ 26 રન કર્યા હતા. સ્કોટ બોલેન્ડે ઓસ્ટ્રેલિયા વતી ચાર વિકેટ ઝડપી હતી.રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં એક વિકેટ ગુમાવી 9 રન કર્યા હતા. હાલમાં ઓસ્ટ્રેલિયા 176 રન પાછળ છે. અગાઉ ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી.ઓસ્ટ્રેલિયાએ મેલબોર્નમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતને હરાવી શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ ટેસ્ટ ભારતે જીતી હતી જ્યારે બીજી ટેસ્ટ ઓસ્ટ્રેલિયાએ જીતી હતી. ત્રીજી ટેસ્ટ ડ્રો રહી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવવાની આશા જીવંત રાખવા માટે ભારત માટે આ મેચ જીતવી મહત્વપૂર્ણ છે.
Site Admin | જાન્યુઆરી 3, 2025 8:31 પી એમ(PM) | ઓસ્ટ્રેલિયા