આગામી પહેલી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદ જિલ્લાની મુલાકાત લેશે. આ મુલાકાતને ધ્યાને લઇને જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રીના કાર્યક્રમના સુચારુ આયોજન-અમલીકરણ અર્થે સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેકટરે ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદ જિલ્લાના બોરસદ મુકામે વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે. મુખ્યમંત્રીના કાર્યક્રમોને ધ્યાને લઈ સબંધિત અધિકારીઓને તેમના હસ્તકની કામગીરી સુચારૂ રૂપે થાય તે જોવા જણાવ્યું હતુ. તેમણે કાર્યક્રમના સ્થળ, હેલીપેડ, રસ્તા તથા ટ્રાફિક સહિતની આનુસાંગિક તમામ વ્યવસ્થાઓ સંદર્ભે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.
Site Admin | જાન્યુઆરી 31, 2025 8:06 એ એમ (AM) | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
પહેલી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદ જિલ્લાની મુલાકાત લેશે.
