પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી બજેટ રજૂ કરવાના છે ત્યારે તેલંગાણાના ઉદ્યોગપતિઓ અપેક્ષા રાખી રહ્યા છે કે, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન કરદાતાઓ અને ઉદ્યોગો માટે પ્રોત્સાહનોની જાહેરાત કરશે.
રાજ્યના મલ્કજગિરી જિલ્લાના ઉદ્યોગપતિ ચેરુવુ રામબાબુ સૂચન કરી રહ્યા છે કે સ્થાનિક કર્મચારીઓને લાભ આપવા માટે કલ્યાણકારી કાર્યક્રમોને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરંટી કાર્યક્રમ હેઠળ રોજગાર યોજનાઓ સાથે જોડવા જોઈએ.
તેમણે એવું પણ સૂચન કર્યું કે, સરકારે એવા ઉદ્યોગપતિઓને પ્રોત્સાહન આપવા વિશે વિચારવું જોઈએ. જેઓ રોજગાર અને સંપત્તિનું સર્જન કરી રહ્યા છે.
Site Admin | જાન્યુઆરી 29, 2025 2:07 પી એમ(PM) | નાણામંત્રી
પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી બજેટ રજૂ કરશે
