ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 29, 2024 7:14 પી એમ(PM)

printer

પહેલી જાન્યુઆરી, 2025થી અમદાવાદ ડિવિઝનના વિવિધ સ્ટેશનો પરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે

આ પહેલી જાન્યુઆરી, 2025થી અમદાવાદ ડિવિઝનના વિવિધ સ્ટેશનો પરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત, કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે,
જેના કારણે આ ટ્રેનો તેમના ચાલુ નિર્ધારિત સમય પહેલા તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી જશે.કુલ 95 ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી છે. જેથી 48 ટ્રેનોના મુસાફરીમાં લગતા સમયમાં 05
મિનિટથી લઇને 65 મિનિટ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેને લીધે મુસાફરોને સંપૂર્ણ લાભ મળશે અને સમયની બચત થશે.અમદાવાદ ડિવિઝનના અમદાવાદ, સાબરમતી, મણિનગર, મહેસાણા, પાલનપુર, પાટણ,ભીલડી, ઊંઝા, સિદ્ધપુર, ગાંધીનગર, કલોલ, વિરમગામ, ગાંધીધામ, હિંમતનગર, હળવદ, ધ્રાંગધ્રા,સામાખ્યાલી, ભુજ સહિત અન્ય સ્ટેશનોના સમયમાં ફેરફાર થશે. જેમાં આ ટ્રેનો તેના વર્તમાન નિર્ધારિત  સમય થી પહેલા કે પછી પહોંચશે. અમદાવાદ ડિવિઝનના નવા ટાઈમ ટેબલ વિશે વધુ માહિતી માટે QR કોડ સ્કેન કરવાનો રહેશે અને પૂછપરછ માટે રેલવે ઈન્ક્વાયરી નંબર 139 અથવા વેબસાઈટ www.wr.indianrailways.gov.in પર માહિતી મળી શકશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ