પહેલી એપ્રિલ, 2025 થી સુરત સ્ટેશન પર મોટાભાગની ટ્રેનોના સ્ટોપેજ પુનઃસ્થાપિત કરવામાં આવશે
સુરત સ્ટેશન નું પૂર્ણ રૂપે કાયાકલ્પ થઈ રહ્યું છે અને તેને વિશ્વ કક્ષાના સ્ટેશનના રૂપ માં વિકસિત કરવામાં આવી રહ્યું છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા જારી કરાયેલી એક યાદી અનુસાર, પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર ચાલી રહેલા સુરત સ્ટેશન પુનઃવિકાસ કાર્યનો બીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે. આ કાર્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા બ્લોકને કારણે જે ટ્રેનોને અસ્થાયી રૂપે વૈકલ્પિક સ્ટેશનો પર સ્થાનાંતરિત કરવામાં આવી હતી તેમાંથી મોટાભાગની 1 એપ્રિલ, 2025 થી પરિચાલન ફરી કાર્યરત થશે. જોકે, એવી માહિતી આપવામાં આવે છે કે તાપ્તી લાઇન પરની બધી ટ્રેનો નંદુરબાર, જલગાંવથી આવતી અને જતી ટ્રેનો નું ઉધના સ્ટેશન પર સ્ટોપેજ ચાલુ રહેશે.
Site Admin | માર્ચ 26, 2025 6:04 પી એમ(PM) | ટ્રેનો
પહેલી એપ્રિલ, 2025 થી સુરત સ્ટેશન પર મોટાભાગની ટ્રેનોના સ્ટોપેજ પુનઃસ્થાપિત કરવામાં આવશે
