પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝને મુસાફરોની સલામતીને ધ્યાને લઈ વધુ એક સુવિધા પ્રદાન કરી છે. રાજકોટ ડિવિઝને 50 સ્ટેશનો પર ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ શરૂ કરી છે જે ટ્રેનની અવરજવર પર ચોક્કસ નિયંત્રણ સુનિશ્ચિત કરશે.
રાજકોટ ડિવિઝન તબક્કાવાર રીતે આ કામ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 56 ઇન્ટરલોક સ્ટેશનમાંથી, 50 સ્ટેશન પર યુનિવર્સલ ફેલ સેફ બ્લોક ઇન્સ્ટ્રુમેન્ટ સાથે કમ્પ્યુટર આધારિત ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ મુકવામાં આવી છે.
રાજકોટના ડિવિઝનલના રેલ્વે મેનેજર અશ્વની કુમારે વધુમાં જણાવ્યું છે કે, બાકીના 6 સ્ટેશન પણ નજીકના ભવિષ્યમાં એડવાન્સ્ડ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકીંગ સિસ્ટમથી સજ્જ થઈ જશે. આ ટેક્નોલોજી ટ્રેનોની સ્પીડ વધારવામાં અને અવારનવાર થતા અકસ્માતોનું જોખમ ઘટાડવામાં મદદ રૂપ થશે.
Site Admin | ઓગસ્ટ 23, 2024 8:46 એ એમ (AM) | પશ્ચિમ રેલ્વે