ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 2, 2025 6:55 પી એમ(PM)

printer

પશ્ચિમ રેલ્વેએ નવા નર્ષનાં ટ્રેનનાં સમય પત્રકની જાહેરાત કરી

પશ્ચિમ રેલ્વેએ નવા નર્ષનાં ટ્રેનનાં સમય પત્રકની જાહેરાત કરી છે.વંદે ભારત સહિત 11 જોડીટ્રેન નવી શરૂ કરાઈ છે. જેમાં ત્રણ જોડી ટ્રેન સુપરફાસ્ટમાં પરિવર્તિત કરાઈ છે.તેમજ આઠ જોડી ટ્રેનનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.આ ઉપરાંત પશ્ચિમ રેલ્વેદ્વારા કુલ 107 ટ્રેનની ઝડપ વધારવામાં આવી છે. નવી શરૂ કરાયેલ ટ્રેનમાંઅમદાવાદ-મુંબઈ સેન્ટ્રેલ વંદે ભારત એક્સપ્રેસ તેમજ અમદાવાદ-ભુજ નમો ભારત રેપીડરેલનો સમાવેશ થાય છે. જે અઠવાડિયામાં છ દિવસ ચાલશે. ઉપરાંત સાબરમતી, વારાણસી એક્સપ્રેસ તેમજ વલસાડ, ભગત કી કોઠીએક્સપ્રેસ ટ્રેનોનું સુપરફાસ્ટ ટ્રેનોમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. ભાવનગર–જેતલપુર પેસેન્જર ટ્રેનને વેરાવળ સુધી તો હાપા-બિલાસપુર સુપરફાસ્ટએક્સપ્રેસ ટ્રેનને ઓખા સુધી વિસ્તરણ કરવામાં આવ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ