પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝનના દિવ્યાંગ કર્મચારી દેવેન્દ્ર યાદવે એશિયન પેરા આર્મ રેસલિંગ કપમાં બે મેડલ જીતીને દિવ્યાંગો માટે પ્રેરણાસ્રોત બન્યા છે. દેવેન્દ્ર યાદવ હાલ રાજકોટમાં કેરેજ અને વેગન ડેપોમાં હેલ્પર તરીકે કામ કરે છે. તેમણે 7મો એશિયન પેરા આર્મ રેસલિંગ કપ 2024માં શાનદાર પ્રદર્શન કરીને પેરા આર્મ રેસલિંગ એટલે કે પંજા કુશ્તીમાં જમણા હાથની સ્પર્ધામાં રજત ચંદ્રક અને ડાબા હાથની સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. શ્રી યાદવ આર્મ રેસલિંગમાં 4 વખત રાષ્ટ્રીય કક્ષાએ અને 6 વખત રાજ્ય કક્ષાએ મેડલ જીતી ચૂક્યા છે.
Site Admin | ઓક્ટોબર 26, 2024 3:52 પી એમ(PM)