પશ્ચિમ રેલવે રાજકોટથી ભાવનગર વચ્ચે આવતીકાલ માટે એક સ્પેશિયલ ટ્રેન દોડાવશે.
ટ્રેન નંબર 09591 રાજકોટ-ભાવનગર સ્પેશિયલ ટ્રેન રાજકોટથી આવતીકાલે સવારે સાડા ચાર
વાગ્યે ઉપડશે, જે સાડા દસ વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
તેવી જ રીતે, ટ્રેન નંબર 09592 ભાવનગર-રાજકોટ સ્પેશિયલ ટ્રેન ભાવનગર ટર્મિનસથી
આવતીકાલે સાંજે છ વાગ્યે ઉપડશે અને જે રાત્રે ત્રણ વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન બંને
દિશામાં ભક્તિનગર, ગોંડલ, જેતલસર, જેતપુર, કુંકાવાવ, લુંડીહાર, લાઠી, ધાસા, ધોળા, સિહોર
અને ભાવનગર પરા સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનના તમામ કોચ સામાન્ય વર્ગના હશે.
તેવી જ રીતે, પાટણથી ભાવનગર વચ્ચે પણ વિશેષ ટ્રેન દોડવવામાં આવશે. ટ્રેન નંબર
09489 પાટણથી સવારે ત્રણ વાગે ઉપડશે અને 10 વાગીને 20 મિનિટે ભાવનગર પહોંચશે. આ
જ રીતે, ટ્રેન નંબર 09490 ભાવનગરથી રાત્રે આઠ વાગે ઉપડશે, જે બીજા દિવસે વહેલી સવારે
ત્રણ વાગે પાટણ પહોંચશે.
આ ટ્રેનો માર્ગમાં બંને દિશાઓમાં મહેસાણા, વિરમગામ, સુરેન્દ્રનગર ગેટ,
લિંબડી,રાણપુર, બોટાદ, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશનો પર રોકાશે. ટ્રેનનાં તમામ
કોચ સામાન્ય વર્ગના હશે.