પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી-બનારસ વચ્ચે મહાકુંભ માટે વધુ એક વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. 22 ફેબ્રુઆરીના રોજ ટ્રેન 09453 સાબરમતીથી 11 કલાકે ઉપડશે અને બીજા દિવસે સાંજે 4 કલાકે બનારસ પહોંચશે. તેવી જ રીતે, 23 ફેબ્રુઆરીએ ટ્રેન નં. 09454 બનારસથી સાંજે સાડા સાત વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે રાત્રે 1 વાગ્યે સાબરમતી પહોંચશે.
ટ્રેન નંબર 09453 નું બુકિંગ આવતીકાલથી બધા પીઆરએસ કાઉન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Site Admin | ફેબ્રુવારી 14, 2025 3:47 પી એમ(PM) | પશ્ચિમ રેલવે
પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી-બનારસ વચ્ચે મહાકુંભ માટે વધુ એક વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો
