ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 21, 2025 3:39 પી એમ(PM) | પશ્ચિમ રેલવે

printer

પશ્ચિમ રેલવે દ્વારા માહિમ અને બાંદ્રા સ્ટેશન વચ્ચે પુલનું નિર્માણકાર્ય ચાલીરહ્યું હોવાથી 24, 25 અને 26 જાન્યુઆરીએ દોડનારી કેટલીક ટ્રેનને અસર થશે

પશ્ચિમ રેલવે દ્વારા માહિમ અને બાંદ્રા સ્ટેશન વચ્ચે પુલનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હોવાથી 24, 25 અને 26 જાન્યુઆરીએ દોડનારી કેટલીક ટ્રેનને અસર થશે.સત્તાવાર યાદી મુજબ, 25મીએ મુંબઈ સૅન્ટ્રલ-હાપા દુરન્તો એક્સપ્રૅસ અને 26મીએહાપા-મુંબઈ સેન્ટ્રલ દુરન્તો એક્સપ્રૅસ ટ્રેન રદ રહેશે. જ્યારે 24મીએ પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રૅસ બોરીવલી થોડો સમય બંધ રહેશે. તેમજ બોરીવલી અને દાદર વચ્ચેઆંશિક રીતે રદ રહેશે. ઉપરાંત 25મીએ અમદાવાદ-દાદર ગુજરાત મૅલ પાલઘરમાં થોડાક સમય બંધ રહેશે. તેમજ પાલઘર અને દાદર વચ્ચે આંશિક રીતે આ ટ્રેન રદ રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ