પશ્ચિમ રેલવે દ્વારા પેન્શનરો માટે વિશેષ DLC એટલે કે, ડિજીટલ લાઈફ સર્ટીફીકેટ અભિયાન શરૂ કરાયું છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું કે, વૃદ્ધ, અશક્ત અને બિમાર પેન્શનરો ઘરેથી જ જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકે તે માટે પશ્ચિમ રેલવેના તમામ છ મંડળોમાં DLC અભિયાનનો પ્રારંભ થયો છે.
જે અંતર્ગત વિવિધ સ્થળો પર શિબિર, સેમિનાર અને બેકિંગ સેવાના કાઉન્ટરો લગાવવામાં આવ્યા. શિબિરોમાં 1 હજાર 500 જેટલા પેન્શનરોએ ભાગ લીધો તથા 900 પેન્શનરોએ ડીજીટલરૂપે જીવન પ્રમાણપત્ર જમા કરાવ્યું હતું.
Site Admin | ડિસેમ્બર 10, 2024 10:11 એ એમ (AM) | પશ્ચિમ રેલવે
પશ્ચિમ રેલવે દ્વારા પેન્શનરો માટે વિશેષ DLC એટલે કે, ડિજીટલ લાઈફ સર્ટીફીકેટ અભિયાન શરૂ કરાયું
