પશ્ચિમ રેલવે દ્વારા ગત જુલાઈથી ડિસેમ્બર મહિના સુધીના સમયગાળામાં 78 જોડી ટ્રેનમાં સામાન્ય શ્રેણીના 150 વધારાના નવા ડબ્બા જોડવામાં આવ્યા છે. આનાથી સમાજના આર્થિકરૂપે અશક્ત વર્ગો માટે મુસાફરીની સુવિધા સરળ બનશે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું કે, દેશના તમામ રેલવે ઝોન અને વિભાગમાં વધારાના સામાન્ય ડબ્બાઓ જોડવાની પ્રક્રિયા ચાલી રહી છે. સામાન્ય ડબ્બાઓની વધતી માગને પહોંચી વળવા વિશેષ ઉત્પાદન કાર્યક્રમ શરૂ કરાયો છે. આ નાણાકીય વર્ષમાં એક હજાર 914 કોચ પહેલેથી જોડાવામાં આવ્યા છે, જેમાં 384 કોચ અને 185 મેમૂ કોચનો સમાવેશ થાય છે. વર્ષ 2024-25માં એક હજાર 900થી વધુ નૉન-એસી કોચ જોડવામાં આવ્યા છે, જેનો લાભ લગભગ 72 લાખ મુસાફરોને મળશે.
Site Admin | ડિસેમ્બર 12, 2024 8:10 એ એમ (AM) | પશ્ચિમ રેલવે