ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 26, 2025 8:21 એ એમ (AM) | પશ્ચિમ રેલવે વિભાગ

printer

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળની ત્રણ જોડી મહાકુંભ મેળા સ્પેશ્યલ ટ્રેનોમાં ચાર ચાર વધારાના કોચ જોડવામાં આવ્યા છે.

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળની ત્રણ જોડી મહાકુંભ મેળા સ્પેશ્યલ ટ્રેનોમાં ચાર ચાર વધારાના કોચ જોડવામાં આવ્યા છે.
સાબરમતી-બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેનમાં સાબરમતી થી 5, 9, 14 અને 18 ફેબ્રુઆરીએ તથા બનારસથી 6, 10, 15 અને 19 ફેબ્રુઆરીએ ઉપડનારી ટ્રેનમાં બે એસી ૩-ટાયર અને બે સ્લીપર ક્લાસના વધારાના કોચ ઉમેરાશે.
અમદાવાદ-જંઘઈ-અમદાવાદ મહાકુંભ મેળા સ્પેશ્યલ ટ્રેનમાં અમદાવાદથી 5, 14, 15, 18, 19 અને 26 ફેબ્રુઆરીએ તથા જંઘઈ થી 7, 16, 17, 20, 21 અને 28 ફેબ્રુઆરીએ ઉપડનારી ટ્રેનમાં બે એસી ૩-ટાયર અને બે સ્લીપર ક્લાસ ના વધારાના કોચ ઉમેરાશે.
ઉપરાંત આવતીકાલે સાબરમતીથી ઊપડતી ઉપડનારી સાબરમતી-બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશ્યલ ટ્રેનમાં અને 27 જાન્યુઆરીએ બનારસથી ઉપડનારી ટ્રેનમાં બે એસી ૩-ટાયર અને બે સ્લીપર ક્લાસ ના વધારાના કોચ ઉમેરવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ