પશ્ચિમ રેલવેનું વડોદરા મંડળ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 18 સ્ટેશનોનો કાયાકલ્પ કરાશે. પશ્ચિમ રેલ્વેનાં 124 રેલ્વે સ્ટેશનોને પુનઃવિકાસ કરવાની કામગીરીનાં ભાગ રૂપે વડોદરા મંડળનાં ડાકોર, પ્રતાપનગર અને ગોધરા સ્ટેશન પર પુનઃવિકાસની કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. ડાકોર સ્ટેશનને અંદાજે 6 કરોડ રૂપિયાનાં ખર્ચે અને પ્રતાપનગર સ્ટેશનને લગભગ 43 કરોડ રૂપિયાના ખર્ચે પુનઃવિક્સિત કરવામાં આવી રહ્યા છે.
અમૃત સ્ટેશન પ્રોજેક્ટ હેઠળ ગોધરા સ્ટેશન પર ટિકિટિંગ સુવિધા સાથેનો બીજો પ્રવેશ દ્વાર વિકસાવવામાં આવી રહ્યો છે, જેનો અંદાજિત ખર્ચ 6 કરોડ 18 લાખ રૂપિયા છે.
Site Admin | ઓક્ટોબર 23, 2024 8:52 એ એમ (AM)