પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ ખાતે ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થઇ છે.
જેમાં અમદાવાદ – આણંદ મેમુ અને વડોદરા – અમદાવાદ મેમુને ગઈકાલે રદ કરાઈ હતી. જયારે અમદાવાદ નિઝામુદ્દીન સુપરફાસ્ટ એક્સપ્રેસ, વેરાવળ, જબલપુર એક્સપ્રેસ અને ગાંધીધામ – ઇંન્દોર શાંતિ એક્સપ્રેસ સહિતની ટ્રેનોને પરિવર્તીત માર્ગે, આણંદ – ડાકોર – ગોધરાથી ચલાવવામાં આવી છે એ સિવાય કેટલીક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરાઈ હતી.
બીજી તરફ એસ.ટી.માં 64 રૂટ અને 583 જેટલા રૂટો ભારે વરસાદના પગલે બંધ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ દાહોદના 15 રૂટ પરની 242 ટ્રીપો રદ કરવામાં આવી છે.
Site Admin | ઓગસ્ટ 27, 2024 10:01 એ એમ (AM)