પશ્ચિમ રેલવેએ મુસાફરોની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટથી લાલકુવા વચ્ચે દોડતી સાપ્તાહિક વિશેષ ટ્રેન સપ્તાહમાં બે દિવસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. જે અનુસાર રાજકોટ – લાલકુવા સ્પેશિયલ ટ્રેન 7 નવેમ્બરથી 2 ડીસેમ્બર સુધી દર સોમવારે અને ગુરુવારે દોડશે.
તેવી જ રીતે લાલકુવા – રાજકોટ સ્પેશિયલ ટ્રેન 6 નવેમ્બરથી પહેલી ડીસેમ્બર વચ્ચે દર રવિવારે અને બુધવારે દોડશે. આ ટ્રેન માટેનું બૂકિંગ તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પરથી કરી શકાશે. જ્યારે ટ્રેનોના સ્ટેશન્સ સમય સહિતની અન્ય માહિતી મુસાફરો www.enquiry.indianrail.gov.in પરથી મેળવી શકશે.
Site Admin | નવેમ્બર 7, 2024 11:31 એ એમ (AM)
પશ્ચિમ રેલવેએ રાજકોટથી લાલકુવા વચ્ચે દોડતી સાપ્તાહિક વિશેષ ટ્રેન સપ્તાહમાં બે દિવસ દોડાવવાનો નિર્ણય કર્યો
