પશ્ચિમ રેલવે દ્વારા આગામી દિવાળી અને છઠ પૂજા માટે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-બરોની-અમદાવાદ ‘દિવાળી સ્પેશિયલ ટ્રેન’ વિશેષ ભાડા સાથે ચલાવવાનો નિર્ણય લીધો છે. જેમાં અમદાવાદ બરોની સ્પેશિયલ આગામી 8 ઓક્ટોબરથી 12 નવેમ્બર 2024 સુધી દર મંગળવારે અમદાવાદથી સાંજે 16.35 મિનિટે ઉપડસે અને ગુરુવારે સવારે 4 વાગ્યે બરોની પહોંચશે. તેવી જ રીતે બરોની અમદાવાદ સ્પેશિયલ 10 ઓક્ટોબરથી 14 નવેમ્બર 2024 થી દર ગુરુવારે સવારે 6 વાગ્યે ઉપડશે અને શુક્રવારે રાત્રે 11 વાગીને 15 મિનિટે અમદાવાદ પહોંચશે. આ ટ્રેનનું બૂકિંગ 5 ઓક્ટોબરથી IRCTC ની વેબસાઇટ પર શરૂ થશે
Site Admin | ઓક્ટોબર 3, 2024 6:59 પી એમ(PM)