હવામાન વિભાગે પશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં ઓછા દબાણના વિસ્તારને કારણે આસ્થિતિ સર્જાઈ છે.
હવામાન વિભાગે જણાવ્યુ કે મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવાના ઘાટ વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદની સંભાવના છે. જ્યારે જમ્મુ-કાશ્મીર અને પંજાબ પણ વરસાદ થવાની શક્યતા છે. ઉપરાંત હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, પેટા-હિમાલયન પશ્ચિમ બંગાળ અને ઉત્તર-પૂર્વ ભારતમાં આગામી 10 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ રહેશે.
દરમિયાન, દક્ષિણભારતમાં તટિય કર્ણાટકમાં આજે ભારે વરસાદની સ્થિતિ રહેશે તથા કેરળ, માહે અને તમિલનાડુમાં આવતીકાલ સુધી ભારે વરસાદની સ્થિતિ રહેશે. હવામાન વિભાગે આ સપ્તાહ દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.