પશ્ચિમ ભારત સ્ક્વોશ સ્પર્ધાની આજે રમાનારી ફાઇનલમાં ભારતની આકાંક્ષા સાળુંકે અને અનાહત સિંહ વચ્ચે મુકાબલો થશે. ગઈકાલે રમાયેલી મહિલાઓની સિંગલ્સની પહેલી સેમીફાઇનલમાં આકાંક્ષાએ ઇજિપ્તની જેના સ્વૈફીને 4-1 થી પરાજય આપીને સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સ્પર્ધાની બીજી સેમીફાઇનલ ભારતની અનાહત સિંહે ઇજિપ્તની નોર ખફાગી સામે 4-1થી વિજય મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
Site Admin | ડિસેમ્બર 22, 2024 9:08 એ એમ (AM)