પશ્ચિમ બંગાળ સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ડૉ બિરુપક્ષ બિસ્વાસ અને ડૉ અવિક ડેને બરતરફ કરી દીધા છે.
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં પીજીટી ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યા કરવાના કેસ બાદ તેમના નામો સામે આવ્યા છે. આ બંને ઉપર પશ્ચિમ બંગાળની વિવિધ મેડિકલ કોલેજોમાં જુનિયર ડોક્ટરો તેમજ શિક્ષકોને ધમકાવવાનો આરોપ છે.
ડૉ. બિરુપક્ષ બિસ્વાસ પેથોલોજી વિભાગમાં બર્દુવાન મેડિકલ કૉલેજના વરિષ્ઠ નિવાસી ડૉક્ટર છે અને ડૉ.અવિક ડે એ જ મેડિકલ કૉલેજના રેડિયોડાયગ્નોસિસ વિભાગના નિવાસી તબીબી અધિકારી છે અને કોલકાતાની SSKM મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં PGT છે.
પશ્ચિમ બંગાળના જુનિયર સહિતના ડૉક્ટર્સના સંગઠનો દ્વારા આ બંને ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા.આરજી કાર મેડિકલ કૉલેજ અને હોસ્પિટલના ધરપકડ કરાયેલા ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડોક્ટર સંદિપ ઘોષની સાથે ઘણી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં કથિત સંડોવણીના પણ આ બંને ઉપર આરોપ લગાવાઇ રહ્યાં છે..
Site Admin | સપ્ટેમ્બર 6, 2024 9:38 એ એમ (AM) | કોલકાતા