પશ્ચિમ બંગાળમાં વિરોધ પ્રદર્શન કરી રહેલાં જુનિયર ડોક્ટરોની રાજ્ય સરકાર સાથેની મંત્રણા નિષ્ફળ ગઈ છે. ગઇ કાલે રાજ્ય સરકારનાં વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠક બાદ જુનિયર ડોક્ટરોએ આ મંત્રણાને નિરાશાજનક ગણાવી હતી.
ડોક્ટરોએ આરોપ લગાવ્યો કે તેમને રાજ્ય સરકાર પાસેથી મૌખિક આશ્વાસન સિવાય કોઈ નક્કર જવાબ નથી મળ્યો. તેમણે જણાવ્યું કે સરકારે મેડિકલ કોલેજ પરિસરમાં તેમની સલામતીની માંગ પર લેખિત નિર્દેશ આપવાનો ઇનકાર કર્યો છે.
Site Admin | ઓક્ટોબર 10, 2024 3:01 પી એમ(PM) | પશ્ચિમ બંગાળ