પશ્ચિમ બંગાળમાં ગઈકાલે વક્ફ સુધારા અધિનિયમ 2025 વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા અને આગનાં બનાવોમાં મુર્શિદાબાદ જિલ્લામાં ત્રણ લોકોના મોત થયા હતા.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોને ધર્મના નામે રમખાણો ન કરાવવાની અપીલ કરી. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે રમખાણોમાં સામેલ લોકોને સજા કરવામાં આવશે. મુખ્યમંત્રીએ ભાર મૂક્યો કે વકફ સુધારો અધિનિયમ 2025 પશ્ચિમ બંગાળમાં લાગુ કરવામાં આવશે નહીં.
ભાજપના પ્રદેશ પ્રમુખ ડૉ. સુકાંત મજુમદારે જણાવ્યું હતું કે મુર્શિદાબાદ જિલ્લામાં થયેલી હિંસામાં કેન્દ્ર સરકારનો હસ્તક્ષેપ જરૂરી છે. વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે તેમણે મુર્શિદાબાદના રેલ્વે સ્ટેશનો પર થયેલા આગનાં બનવોની NIA તપાસ માટે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખ્યો છે. પોલીસ મહાનિર્દેશકે વિસ્તારના લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં ન લેવા અપીલ કરી છે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પેટ્રોલિંગ કરી રહ્યા છે. હિંસક ઘટનાઓના સંદર્ભમાં ૧૧૮ લોકોની અટકાયત કરવામાં આવી છે.
નવા વક્ફ સુધારા કાયદાના વિરોધમાં ગઈકાલે મુર્શિદાબાદ જિલ્લામાં મોટી સંખ્યામાં વિરોધીઓએ ઘરો, દુકાનો, સરકારી મિલકતો અને પોલીસ વાહનોને આગ ચાંપી દીધી હતી.
Site Admin | એપ્રિલ 12, 2025 7:51 પી એમ(PM)
પશ્ચિમ બંગાળમાં વક્ફ સુધારા અધિનિયમ 2025 વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન મુર્શિદાબાદ જિલ્લામાં ત્રણ લોકોના મોત થયા.
