પશ્ચિમ બંગાળમાં મેડિકલ કોલેજના એક ડૉક્ટર સાથે થયેલ દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં સમાજના વિવિધ વર્ગના લોકો એ જાહેર પ્રદર્શન કર્યું હતું.. ગઈકાલે મધ્યરાત્રિએ મેડિકલ કોલેજની બહાર વિરોધ કરતાં લોકો ઉપર અસામાજિક તત્ત્વોએ હુમલો કર્યો હતો અને મેડિકલ કોલેજના ઘણા સાધનોને નુકશાન પહોંચાડ્યું હતું. સ્થિતિને કાબૂમાં લેતી વખતે કોલકાતા પોલીસના ડેપ્યુટી કમિશનર સહિત ઘણા પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થતાં પોલીસે અનેક ધરપકડ કરી હતી.
Site Admin | ઓગસ્ટ 15, 2024 2:27 પી એમ(PM) | પશ્ચિમ બંગાળ