ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 12, 2024 2:37 પી એમ(PM)

printer

પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા ઉત્સવ આજે નદીઓ અથવા અન્ય જળાશયોમાં મૂર્તિઓના વિસર્જન સાથે તથા સિંદૂર ખેલા અને ધુનુચી નૃત્ય સાથે સમાપ્ત થયો

પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા ઉત્સવ આજે નદીઓ અથવા અન્ય જળાશયોમાં મૂર્તિઓના વિસર્જન સાથે તથા સિંદૂર ખેલા અને ધુનુચી નૃત્ય સાથે સમાપ્ત થયો છે. અમારા કોલકાતા સંવાદદાતા જણાવે છે કે, મંગળવારે કોલકાતામાં દુર્ગા પૂજા કાર્નિવલનું આયોજન કરવામાં આવશે, જેમાં આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકોની ઉપસ્થિતિમાં કેટલાક પૂજા પંડાલમાંથી શ્રેષ્ઠ મૂર્તિઓ પ્રદર્શિત કરવામાં આવશે.
દરમિયાન શ્રીલંકામાં ભારતીય સાંસ્કૃતિક સંઘે ઉત્સાહ અને ભક્તિ સાથે મહાઅષ્ટમીની ઉજવણી કરી. અષ્ટમીની ઉજવણી માટે ગઈકાલે કોલંબોમાં શ્રી મણિકા વિનાયગર કોવિલમાં મોટી સંખ્યામાં પ્રવાસી ભારતીયોએ સહભાગી થાય હતા. આ પ્રસંગે ભક્તોએ પૂજા અર્ચના કરી આરતીમાં ભાગ લીધો હતો. પરંપરાગત આરતી અને પૂજા ઉપરાંત, દુર્ગા પૂજાની થીમ પર સાંસ્કૃતિક પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ