પશ્ચિમ બંગાળમાં તમામ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલોમાં તબીબોની હડતાળને પગલે આરોગ્ય સેવા ખોરવાતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
કોલકાતા સહિત અન્ય રાજ્યોમાં રાજકીય પક્ષો, વિદ્યાર્થી સંગઠનો, સ્વયંસેવી સંસ્થાઓના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે કોલકાતાની આર. જી. કર મેડિકલ કૉલેજના એક મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે અડધી રાત્રે રાજ્યના વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શનો આયોજીત કરાયા છે.
આ તરફ વડી અદાલતના આદેશ બાદ સીબીઆઈની એક ટીમ કોલકાતા પહોંચી છે, અને આ મામલે પોલીસે ધરપકડ કરેલા સંજય રૉયની ધરપકડ કરી છે.
દરમિયાન મહિલા તબીનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ વાઇરલ બનતા તબીબ વિદ્યાર્થીઓમાં રોષ વધી રહ્યો છે, અને તેઓ આ મામલે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સમક્ષ તટસ્થ તપાસની માગણી કરી રહ્યા છે.
Site Admin | ઓગસ્ટ 14, 2024 8:21 પી એમ(PM)