પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે ઘણી ખામીઓ દર્શાવી
અપરાજિતા મહિલા અને બાળ વિધેયક 2024 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલ્યું છે.
ગયા મહિનાની નવમી તારીખે કોલકાતાની આર જી કર હોસ્પિટલમાં તાલીમાર્થી
મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા બાદ રાજ્ય વિધાનસભાએ આ વિધેયક પસાર
કર્યું હતું. આ વિધેયકમાં જો પીડિતા મૃત્યુ પામે છે અથવા કોમામાં જાય છે તો
દુષ્કર્મના દોષિતો માટે મૃત્યુદંડની માંગ માંગણી કરવામાં આવી છે. રાજ્યપાલે
સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે વિધેયક ઉતાવળમાં તૈયાર કરવામાં આવ્યું છે.
તેમણે વિધેયકની સાથે ટેક્નિકલ રિપોર્ટ ન મોકલવા માટે રાજ્ય સચિવાલયને પણ
જવાબદાર ઠેરવી કહ્યું કે આ તેમની નિષ્ફળતા છે.
Site Admin | સપ્ટેમ્બર 7, 2024 3:20 પી એમ(PM)
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે ઘણી ખામીઓ દર્શાવી અપરાજિતા મહિલા અને બાળ વિધેયક 2024 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલ્યું છે
