પશ્ચિમ બંગાળના કોલકાતાના આરજી કાર મેડિકલ કોલેજ કેસમાં આજે સિયાલદાહ કોર્ટ પોતાનો ચુકાદો આપશે. તપાસ સંસ્થા સીબીઆઇએ સંજય રાય સામે ચાર્જશીટ દાખલ કરી છે. તો બીજી તરફ પીડિતાના માતા પિતા, જુનિયર ડૉક્ટરો અને સમજના અન્ય વર્ગોએ સંજય રાય સિવાય અન્ય કોઈ વ્યક્તિની સંડોવણીનો ઉલ્લેખ આ ચાર્જશીટમાં ન કરાતા આક્રોશ વ્યક્ત કર્યો છે.
તેઓનું માનવું છે કે, ગયા વર્ષે ઓગસ્ટમાં આર જી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર પર થયેલા દુષ્કર્મ અને હત્યામાં અન્ય લોકો પણ સામેલ હોઈ શકે છે.
Site Admin | જાન્યુઆરી 18, 2025 2:15 પી એમ(PM)