ભારતીય હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળના ઉપ-હિમાલય ક્ષેત્રના વિવિધ સ્થળ પર ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરી છે. વિભાગના જણાવ્યા મુજબ, આવતીકાલે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલપ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ-અલગ સ્થળ પર ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. બીજી તરફ આગામી બે દિવસમાં કોંકણ, ગોઆ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું મોજું ફરી શકે છે. આ ઉપરાંત વિભાગે ગુજરાત, દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ અને માહેના છૂટાછવાયા વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા હવામાનની આગાહી પણ કરી છે.
વિભાગે આગામી ચાર દિવસ દેશના ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમી ભાગમાં તાપમાનમાં ત્રણ-થી ચાર ડિગ્રી સેલ્સિયસના વધારાની પણ આગાહી કરી છે. આ ઉપરાંત મધ્ય અને પૂર્વ ભારતમાં આગામી પાંચ દિવસમાં તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસના વધારાની પણ શક્યતા છે.
Site Admin | માર્ચ 9, 2025 1:33 પી એમ(PM)
પશ્ચિમ બંગાળના ઉપ-હિમાલય ક્ષેત્રના વિવિધ સ્થળ પર આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી
